Headline
14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો

(પ્રતિનિધિ) છોટાઉદેપુર, તા.22
માનવીના મનમાં કંઈક કરી બતાવવાની ઝંખના હોય અને તેના લક્ષને પાર પાડવા માટે પરિશ્રમનો પરસેવો પાડે તો પરિણામ મળે મળે અને મળે જ. તે વાતમાં પણ બે મત નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે, યુતી મુન્શીએ. મૂળ અમદાવાદની નિવાસી અને છોટાઉદેપુરમાં રહીને સનરાઈઝ સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યુતી મુન્શીએ પોતાની ધગશ ખંત અને મહેનતને પરિણામ આપી છોટાઉદેપુર જિલ્લાની વિશ્વ પ્રખ્યાત આર્ચરી રમત ઉપર પ્રભુત્વ મેળવી અને રાજ્યકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જેને લઇ શાળા પરિવાર તરફથી યુતી મુન્શીનું સન્માન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર સનરાઈઝ શાળા ખાતે ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુતી મુન્શી બાળપણથી જ રમત પ્રત્ય અપાર રુચિ ધરાવતી રહી છે. યુતી સ્વિમિંગ સ્કેટિંગ યોગા અને સાઇકલિંગમાં પણ નિપુણતા ધરાવે છે. અને જ્યારે છોટાઉદેપુર જિલ્લા ખાતે આવી ત્યારે તેને આર્ચરી શીખવાનો તેના મનમાં શોખ જાગ્યો અને તેણે તેમાં ખૂબ જ દિલ લગાવીને મહેનત કરી અને આખરે પરિણામ સ્વરૂપ રાજ્ય સ્તરે પહોંચી. યુતિ મુનશી છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા જિલ્લા કક્ષામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને ત્યારબાદ સાપુતારા ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજ્યકક્ષા આર્ચરી સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરી તેમાં ઇન્ડિયન રાઉન્ડ ઇવેન્ટમાં સૌથી વધુ 601 પોઇન્ટ મેળવીને પ્રથમ આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. યુતી મુન્શીએ રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કરી માત્ર છોટાઉદેપુર જિલ્લાનું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને પોતાના શાળા પરિવારનું પણ નામ રાજ્ય સ્તરે અંકિત કરી ગૌરવ વધારેલ છે. જેને લઇ તેના ગુરુઓ અને તેના માતા પિતા ગૌરવવંત દીકરી પ્રત્યે માનભેર લાગણી અનુભવી રહ્યા છે.

Back To Top
error: Content is protected !!