Headline
14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

નવાયાર્ડ સરદાર નગર વિસ્તારમાં ૫૦ ફુટના અંતરે બે ભુવા પડ્યા : સિમેન્ટ ભરેલી ટ્રક ખાબકી

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૦
શહેરના નવાયાર્ડ સરદાર નગર સંતોક ચેમ્બર્સ પાસે એક ટ્રક ભુવામાં ખાબકી હતી. શહેરમાં ચોમાસા દરમિયાન ૧૨૫ થી વધુ ભુવા પડયા હતા. તેના સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવનો સિલસિલો યથાવત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે પછી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા કેબલની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ કરવામાં આવતું ના હોવાને કારણે અનેક જગ્યાએ ભુવા પડ્યા છે.

મહાનગરપાલિકાના અંધેર વહીવટને કારણે શહેર ભુવા નગરી બન્યું

તો કેટલીક જગ્યાએ પાણી ડ્રેનેજની લાઈનો જૂની થઈ જતા કેટલીક જગ્યાએ મોટા ભુવા પડ્યા હતા. નવાયાર્ડસરદાર નગર નજીક આવેલા સંતોક ચેમ્બર્સ પાસેથી એક ટ્રક પસાર થતી હતી ત્યારે અચાનક ટ્રકનું પાછળનું પૈડું ભારે વજનને કારણે ભુવામાં પડતા ફસાઈ ગયું હતું. વિપક્ષના પૂર્વ નેતા અમી રાવતના કહેવા મુજબ રોડ રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે,તેના પરિણામે આ ભુવા પડતા રહ્યા છે. શહેરમાં ૪૦ વર્ષ જૂની પાણી અને વરસાદી ગટરની લાઈનો બદલવાની જરૂર છે. આ લાઈનો જર્જરીત થવાના કારણે ઉપર થી માટીનું દબાણ આવતા લાઈન બેસી જાય છે, અને ભુવા પડે છે. શહેરમાં કોઈ વીઆઈપી આવવાના હોય ત્યારે તાબડતોબ પાકા રોડ કારપેટીંગ કરવામાં આવે છે, પરંતુ જ્યાં ખોદકામ બાદ રીપેરીંગ પૂર્ણ થયા પછી પુરાણ બરાબર કરવામાં આવતું નહીં હોવાના કારણે ભુવા પડતા હોવાની સ્થિતિ સર્જાય છે. નવાયાર્ડ સરદારનગર પાસે ૫૦ મીટરના અંતરે સેન્ટ જોસેફ સ્કુલ અને સંતોક ચેમ્બર્સ નજીક બે ભુવા પડ્યા હોવાનું અમીબેન રાવતે જણાવ્યું હતું.

અહેવાલ : જીતેન્દ્ર જોબનપુત્રા

Back To Top
error: Content is protected !!