(પ્રતિનિધિ) નસવાડી, તા.૨૨
નસવાડી તાલુકા તલાટીઓ દ્વારા ૬૦ ગ્રામ પંચાયતોમાં માત્ર ૨૦ટકા વેરા વસુલાતની નબળી કામગીરી કરતા ગ્રામપંચાયતના પાયાના વિકાસના કામો પર સીધી અસર જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં ૬૦ ગ્રામ પંચાયતો આવેલી છે. નાણાંકીય વર્ષમાં ગ્રામપંચાયતોના વિકાસ માટે વેરા વસૂલાત માટેની કામગીરી કરવાની હોય છે જેમાં નસવાડી તાલુકાની ૬૦ ગ્રામ પંચાયતના તલાટીઓ દ્વારા સૌથી ઓછી વેરા વસુલાતની કામગીરી કરી કરતા ગ્રામ પંચાયતોને આર્થિક નુક્સાની થઈ રહ્યું છે. એપ્રિલથી ઓક્ટોબર નાણાંકીય વર્ષના ૭ માસ પૂર્ણ થયા છતાં માત્ર ૨૦ ટકા જ તાલુકાની ૬૦ ગ્રામ પંચાયતોમાં વેરાવસુલાતની નબળી કામગીરી થઈ છે. નબળી કામગીરીના ચાલતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અઠવાડિયામાં લેવાતી મીટીંગોમાં વેરા વસુલાત કરવા વારંવાર તાકીદ અને નોટિસો આપ્યા છતાં તલાટીઓ નબળી કામગીરી કરી જેના ચાલતે મોટાભાગની ગ્રામ પંચાયતો માં લાઈટ બિલ, ગટર સફાઈ, બોર મોટર રીપેરીંગ, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ જેવા પાયાના વિકાસના કામો પર સીધી અસર થઈ છે. પૂર્વ ન્યાય સમિતિના અધ્યક્ષ સોમાભાઈ ભીલના જણાવ્યા મુજબ મોટા ભાગના તલાટીઓ ફાળવેલી ગ્રામપંચાયતેના જઈને નસવાડી થીજ કામગીરી કરે છે. ગ્રામપંચાયતોમાં વિકાસના કામો માટે જે ગ્રાન્ટ ફાળવેલી હોય તેમાં કોન્ટ્રાક્ટરની કામગીરી કરવા લાગ્યા છે પૈસા કમાવા લોકોની અને સરકારની કોઈ કામગીરી કરવામાં તેઓને રસ નથી. નસવાડી ટી.ડી.ઓ હરીશ તલાટીના જણાવ્યા મુજબ તલાટીઓને વારંવાર મીટીંગોમાં સૂચના આપ્યા બાદ પણ વેરા વસુલાતની નબળી કામગીરી છે. ગ્રામપંચાયતમાં પાયાની સુવિધાના કામ પર વેરા વસુલાતની અસર પડે જેથી આગામી મીટીંગ સુધીનો ટાર્ગેટ આપ્યો છે. કામગીરીનું સ્ટેટ્સ જોયા બાદ એમને મહિના કે ૧૫ દિવસમાં ટાર્ગેટ ફિક્સ કરવાનો સમય આપી દઈશ.