Headline
14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

Category: Uncategorized

14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો

વિદ્યાર્થીને લઇ આવનાર કિશોરે ભાંડો ફોડતા હત્યા કરનાર બન્ને આરોપીને ઝડપી પાડતી વેજલપુર પોલીસ (પ્રતિનિધિ) કાલોલ,તા.23 કાલોલ તાલુકાના એક મોટા ગામમાં હાઈસ્કૂલમાં ભણતા લઘુમતી કોમના એક સગીર વયના વિદ્યાર્થી સાથે લઘુમતી કોમના જ બે ઈસમોએ ગુરૂવારે સાંજે કિશોરને ફોસલાવી પટાવીને અંધારામાં ચલાલી રોડ પરના પ્લોટના સ્થળે લઈ જઈને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને પોતાનો ભાંડો ફૂટી […]

નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા

(પ્રતિનિધિ) તણખલા,તા.23 નસવાડીમાં ગોળી બિસ્કીટના હોલ સેલ વેપારીના ત્યાં જીએસટીના અધિકારીઓએ દરોડા પાડી કલાકો બંધ બારણે સર્ચ ઓપરેશન હાથ ધરતા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ટાઉન વિસ્તારમાં આવેલી અબ્દુલ સત્તાર ટ્રેડર્સ નામની દુકાન, ગોડાઉન અને ઘરમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ […]

છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો

(પ્રતિનિધિ) છોટાઉદેપુર, તા.22 માનવીના મનમાં કંઈક કરી બતાવવાની ઝંખના હોય અને તેના લક્ષને પાર પાડવા માટે પરિશ્રમનો પરસેવો પાડે તો પરિણામ મળે મળે અને મળે જ. તે વાતમાં પણ બે મત નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે, યુતી મુન્શીએ. મૂળ અમદાવાદની નિવાસી અને છોટાઉદેપુરમાં રહીને સનરાઈઝ સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યુતી મુન્શીએ પોતાની ધગશ […]

ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા

(પ્રતિનિધિ) ગોધરા,તા.22 ગોધરા શહેરના જૂના ડાકોર રોડ ઘાસ ગોડાઉન પાસે આવેલા મુન્ના ફળિયા વિસ્તારમાં વહેલી સવારના ત્રણથી ચાર વાગ્યાના આરસામાં એક યુવાન ઉપર તલવાર સહિતના ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં યુવાન લોહીથી લથપથ હાલતમાં જમીન ઉપર પડી રહ્યો હતો. જો કે આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ […]

તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે

સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ચાકૂના ઘા ઝીંકીને ઘાતકી હત્યાના ગુનામાં  ઝડપાયેલા પ્રથમ પાંચ આરોપીઓના શુક્રવારે   રિમાન્ડ પૂરા થતાં ઉઘડતી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કારેલીબાગ પોલીસ દ્વારા મારામારીના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ કરશે. શહેરના […]

દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

દાહોદના વેપારી અલીહુસેન જીનીયાને ૨૫,૦૦૦નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા (પ્રતિનિધિ) દાહોદ, તા.૨૨ દાહોદના એક વેપારીની દુકાનમાંથી ફૂડ એન્ડ ડ્રસ વિભાગની ટીમ દ્વારા મરચા પાવડરના લેવામાં આવેલા નમુના અનસેફ હોવાનું પરીક્ષણમાં બહાર આવતા તેનો કેસ ચાલતા દાહોદની કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મરચું પાવડર વેચનાર દાહોદના વેપારીને રૂ.૨૫,૦૦૦ નો દંડ તથા કોર્ટ ઉઠતા સુધીની સજા […]

રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત

રાજ્ય પોલીસ વડાએ તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પત્ર લખ્યો (પ્રતિનિધિ) અમદાવાદ,તા.19 ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ સહિત સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે હવે […]

કાલોલના વેજલપુર ખાતે બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ યથાવત : વધુ 13 કેબિનો દૂર કરાયા

(પ્રતિનિધિ) કાલોલ,તા.20 પ્રાંત અધિકારીએ વેજલપુરની મુલાકાત લઇ બાકી રહી ગયેલા દબાણો હટાવવા આદેશ આપ્યો કાલોલ તાલુકાના વેજલપુરમાં મંગળવારે બજારમાં ઉચ્ચક અને પ્રગતિપથ પરના 61 ગેરકાયદે કેબિનો હટાવવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત રહેતા બુધવારે વેજલપુરના સર્કલ રોડ પરના વધુ 13 ગેરકાયદે કેબિનો હટાવ્યા હતા. દબાણ હટાવ કામગીરી દરમ્યાન બુધવારે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારીએ મુલાકાત લઈને […]

નવાયાર્ડ સરદાર નગર વિસ્તારમાં ૫૦ ફુટના અંતરે બે ભુવા પડ્યા : સિમેન્ટ ભરેલી ટ્રક ખાબકી

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૦ શહેરના નવાયાર્ડ સરદાર નગર સંતોક ચેમ્બર્સ પાસે એક ટ્રક ભુવામાં ખાબકી હતી. શહેરમાં ચોમાસા દરમિયાન ૧૨૫ થી વધુ ભુવા પડયા હતા. તેના સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવનો સિલસિલો યથાવત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે […]

દાહોદની એક આશ્રમ શાળાના ટ્રસ્ટીએ શિક્ષક પાસે લાંચ માગી હતી : ટ્રસ્ટીના સ્ટિંગ ઓપરેશન થકી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ધારાસભ્યના પિતાની પોલ ખોલી

૧૭ લાખની માંગણી કરી અને ૧૨ લાખમાં ડીલ પાકી થઇ હતી દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ધારા ધોરણ મુજબ શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરીએ હાજર કરવાની અવેજીમાં રૂપિયા ૧૭ લાખની માગણી કરાયાનો સ્ફોટક આક્ષેપ કરી કેટલાક વિડીયો પણ પુરાવા રૂપે જાહેર કરવામાં આવતા શિક્ષણ જગતમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો […]

Back To Top
error: Content is protected !!