વિદ્યાર્થીને લઇ આવનાર કિશોરે ભાંડો ફોડતા હત્યા કરનાર બન્ને આરોપીને ઝડપી પાડતી વેજલપુર પોલીસ (પ્રતિનિધિ) કાલોલ,તા.23 કાલોલ તાલુકાના એક મોટા ગામમાં હાઈસ્કૂલમાં ભણતા લઘુમતી કોમના એક સગીર વયના વિદ્યાર્થી સાથે લઘુમતી કોમના જ બે ઈસમોએ ગુરૂવારે સાંજે કિશોરને ફોસલાવી પટાવીને અંધારામાં ચલાલી રોડ પરના પ્લોટના સ્થળે લઈ જઈને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને પોતાનો ભાંડો ફૂટી […]
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
(પ્રતિનિધિ) તણખલા,તા.23 નસવાડીમાં ગોળી બિસ્કીટના હોલ સેલ વેપારીના ત્યાં જીએસટીના અધિકારીઓએ દરોડા પાડી કલાકો બંધ બારણે સર્ચ ઓપરેશન હાથ ધરતા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ટાઉન વિસ્તારમાં આવેલી અબ્દુલ સત્તાર ટ્રેડર્સ નામની દુકાન, ગોડાઉન અને ઘરમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ […]
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
(પ્રતિનિધિ) ગોધરા, તા.૨૩ જાતિના દાખલા મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને નિવારવામાં સરકારી તંત્ર સરિઆમ નિષ્ફળ પૂરવાર થતાં બાળકોને શિક્ષણનો બહિષ્કાર કરી શાળાએ જવાનું બંધ કર્યું હોવાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. મહિસાગર જિલ્લામાં બે દિવસથી વકરેલા આ વિવાદને કારણે શાળાઓ બાળકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પણ આપવામાં […]
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરાનાપંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીની અધ્યક્ષતામાં વડોદરા શહેર જિલ્લા સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો જેમાં 1500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોઓર્ડીનેટર અને […]
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
30 દિવસમાં હાજર ન થાય તો મિલકતો જપ્ત કરાશે દાહોદના બહુચર્ચિત નકલી એન એ કૌભાંડના સૂત્રધાર ગણાતા અને જેવો વિરુદ્ધ વોરંટ કાઢવા છતાં કોર્ટ સમક્ષ હાજર ન થતા અને નાસતા ફરતા દાહોદના કુતબી રાવત તથા રામુ પંજાબી સામે વધુ કાર્યવાહીના ભાગરૂપે સીઆરપીસી 82 મુજબનું જાહેરનામું પોલીસ દ્વારા બંનેના ઘર પર તથા શહેરની જાહેર જગ્યાઓ પર […]
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
(પ્રતિનિધિ) છોટાઉદેપુર, તા.22 માનવીના મનમાં કંઈક કરી બતાવવાની ઝંખના હોય અને તેના લક્ષને પાર પાડવા માટે પરિશ્રમનો પરસેવો પાડે તો પરિણામ મળે મળે અને મળે જ. તે વાતમાં પણ બે મત નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે, યુતી મુન્શીએ. મૂળ અમદાવાદની નિવાસી અને છોટાઉદેપુરમાં રહીને સનરાઈઝ સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યુતી મુન્શીએ પોતાની ધગશ […]
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
(પ્રતિનિધિ) ગોધરા,તા.22 ગોધરા શહેરના જૂના ડાકોર રોડ ઘાસ ગોડાઉન પાસે આવેલા મુન્ના ફળિયા વિસ્તારમાં વહેલી સવારના ત્રણથી ચાર વાગ્યાના આરસામાં એક યુવાન ઉપર તલવાર સહિતના ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં યુવાન લોહીથી લથપથ હાલતમાં જમીન ઉપર પડી રહ્યો હતો. જો કે આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ […]
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ચાકૂના ઘા ઝીંકીને ઘાતકી હત્યાના ગુનામાં ઝડપાયેલા પ્રથમ પાંચ આરોપીઓના શુક્રવારે રિમાન્ડ પૂરા થતાં ઉઘડતી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કારેલીબાગ પોલીસ દ્વારા મારામારીના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ કરશે. શહેરના […]
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ
દાહોદના વેપારી અલીહુસેન જીનીયાને ૨૫,૦૦૦નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા (પ્રતિનિધિ) દાહોદ, તા.૨૨ દાહોદના એક વેપારીની દુકાનમાંથી ફૂડ એન્ડ ડ્રસ વિભાગની ટીમ દ્વારા મરચા પાવડરના લેવામાં આવેલા નમુના અનસેફ હોવાનું પરીક્ષણમાં બહાર આવતા તેનો કેસ ચાલતા દાહોદની કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મરચું પાવડર વેચનાર દાહોદના વેપારીને રૂ.૨૫,૦૦૦ નો દંડ તથા કોર્ટ ઉઠતા સુધીની સજા […]
નસવાડી તાલુકાના તલાટીઓ કોન્ટ્રાક્ટર બન્યા : ૬૦ ગ્રામ પંચાયતમાં માત્ર ૨૦ ટકા વેરા વસુલાત
(પ્રતિનિધિ) નસવાડી, તા.૨૨ નસવાડી તાલુકા તલાટીઓ દ્વારા ૬૦ ગ્રામ પંચાયતોમાં માત્ર ૨૦ટકા વેરા વસુલાતની નબળી કામગીરી કરતા ગ્રામપંચાયતના પાયાના વિકાસના કામો પર સીધી અસર જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાં ૬૦ ગ્રામ પંચાયતો આવેલી છે. નાણાંકીય વર્ષમાં ગ્રામપંચાયતોના વિકાસ માટે વેરા વસૂલાત માટેની કામગીરી કરવાની હોય છે જેમાં નસવાડી તાલુકાની ૬૦ ગ્રામ […]