Headline
14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો

વિદ્યાર્થીને લઇ આવનાર કિશોરે ભાંડો ફોડતા હત્યા કરનાર બન્ને આરોપીને ઝડપી પાડતી વેજલપુર પોલીસ

(પ્રતિનિધિ) કાલોલ,તા.23
કાલોલ તાલુકાના એક મોટા ગામમાં હાઈસ્કૂલમાં ભણતા લઘુમતી કોમના એક સગીર વયના વિદ્યાર્થી સાથે લઘુમતી કોમના જ બે ઈસમોએ ગુરૂવારે સાંજે કિશોરને ફોસલાવી પટાવીને અંધારામાં ચલાલી રોડ પરના પ્લોટના સ્થળે લઈ જઈને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને પોતાનો ભાંડો ફૂટી ના જાય તેવી ગણતરીએ કિશોરનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી તેની લાશને મોટા તળાવમાં ફેંકી દેવાનું હિચકારૂ કૃત્ય આચરતા જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ હતી. જ્યારે બીજી તરફ સમગ્ર ઘટનાથી અજાણ પરિવારજનોએ પોતાનો પુત્ર ગૂમ થયેલો હોવાનું જાણી ગૂમ થવાની ફરિયાદ નોંધાવ્યા બાદ અંતે હિચકારી ઘટના સાથે લાશ મળતાં પરિવારજનો સાથે સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. કાલોલ તાલુકાના મોટા ગામમાં અગિયારમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરૂવારે સાંજે બજારમાં નિકળ્યા પછી મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ શોધખોળ આદર્યા પછી શુક્રવારે સવાર સુધી પણ તેનો કોઈ અતોપતો નહીં લાગતાં અંતે તેના વાલીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાનો પુત્ર ગુમ થયો હોવાની ફરીયાદ નોંધાવી હતી જે દરમ્યાન ગૂમ થયેલા કિશોર અંગે કેટલાક સાક્ષીઓએ તેને ગુરુવારે મોડી સાંજે ગામનો અન્ય કિશોર સાથે બાઈક પાછળ બેઠેલો જોયો હોવાના કથનને આધારે વેજલપુર પોલીસે બાઈક પર બેસાડીને લઈ ગયેલા કિશોરની પુછપરછ કરતાં તેને ભોગ બનેલા કિશોરને જેમને સોંપેલો એ બન્ને ઈસમોનો ભાંડો ફૂટયો હતો. જ્યાં વેજલપુર પોલીસે બન્ને ઈસમોની કડક રાહે પુછપરછને કરતાં અંતે ગૂમ થયેલા વિદ્યાર્થીની લાશ શુક્રવારે સાંજે ચલાલી રોડ પરના તળાવમાંથી મળી આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ અંગે વેજલપુર પોલીસની પૂછપરછમાં બહાર આવેલી વિગતો અનુસાર મુખ્ય આરોપી આરીફ ઉર્ફે ડીન્ગુ યાકુબ પાડવા (રહે.વેજલપુર) અને ઈમરાનભાઈ ઉર્ફે ઈનાન કરીમભાઈ પથીયા (રહે.વેજલપુર) બન્નેએ ગુરૂવારે સાંજે તેમને સાધેલા કિશોર આરોપીને સમજાવીને બાઈક લઈને મોકલી હોળી ચકલા વિસ્તારમાંથી ભોગ બનેલા કિશોરને તેની સાથે બાઈક પર બેસાડી લાવીને ચલાલી ચોકડી પાસે ઉભેલા બન્ને પાસે સોંપીને મદદગારી કરનાર કિશોર આરોપીને તેના ઘરે છોડી દીધો હતો. જ્યારે ભોગ બનનાર કિશોરને પટાવી ફોસલાવીને સાંજે સાડા આઠેક વાગ્યાના અરસામાં વેજલપુર સ્થિત ચલાલી ચોકડીથી ચલાલી રોડ ઉપર આવેલ મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલા પ્લોટીંગ વિસ્તારમાં અંધારામાં લઈ જઈને આરીફ ઉર્ફે ડીન્ગુ યાકુબ પાડવાએ વિદ્યાર્થી સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે અધમ કૃત્યને પગલે ભોગ બનેલો કિશોર રડતાં કુટતાં ઘેર જઈને બધું કહી દેશે તેવી બન્નેને બીક લાગતા શેતાન બની ગયેલા બન્નેએ એકબીજાની મદદગારી કરી વિદ્યાર્થીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે નરાધમ કૃત્ય આચરીને બન્ને ઈસમોએ માસુમ કિશોરની લાશને ઘટના સ્થળેથી ઉઠાવીને રાતના અંધારામાં ચલાલી ચોકડી પાસેના મોટા તળાવમાં ફેંકી દીધી હતી. આમ મદદગારી કરનારા સગીર વયના આરોપીની પૂછપરછમાં સમગ્ર અધમ કૃત્યનો ભાંડો ફૂટી જતાં વેજલપુર પોલીસે આરોપી આરીફ ઉર્ફે ડીન્ગુ યાકુબ પાડવા (રહે.વેજલપુર) અને ઈમરાનભાઈ ઉર્ફે ઈનાન કરીમભાઈ પથીયા (રહે.વેજલપુર) વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, હત્યા અને પોકસો એક્ટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર ભરતસિંહ સોલંકી, કાલોલ

 

Back To Top
error: Content is protected !!