દાહોદના વેપારી અલીહુસેન જીનીયાને ૨૫,૦૦૦નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા
(પ્રતિનિધિ) દાહોદ, તા.૨૨
દાહોદના એક વેપારીની દુકાનમાંથી ફૂડ એન્ડ ડ્રસ વિભાગની ટીમ દ્વારા મરચા પાવડરના લેવામાં આવેલા નમુના અનસેફ હોવાનું પરીક્ષણમાં બહાર આવતા તેનો કેસ ચાલતા દાહોદની કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મરચું પાવડર વેચનાર દાહોદના વેપારીને રૂ.૨૫,૦૦૦ નો દંડ તથા કોર્ટ ઉઠતા સુધીની સજા તેમજ ભેળસેળવાળું મરચું પાવડર ઉત્પાદન કરતી મધ્યપ્રદેશની પેઢીના માલિકને રૂપિયા એક લાખનો દંડ તથા છ માસની સાદી કેદની સજાનો હુકમ ખુલ્લી કોર્ટમાં ફરમાવતા જિલ્લાના ભેળસેળીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવવા પામ્યો છે. ચારેક વર્ષ પહેલા ગાંધીનગર ખાતેના રાજ્યના ફૂડ એન્ડ્રુસ વિભાગની સૂચનાથી સમગ્ર રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓને ચેકિંગ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી તથા પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર પિંકલ નગરાલાવાલા તથા તેમની ટીમ દ્વારા દાહોદમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનારા વેપારીઓની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દાહોદના અલીહુસેન સૈફુદ્દીન જીનીયા નામના વેપારીની દુકાનમાં તપાસ દરમિયાન મરચું પાવડર ભેળસેળવાળો હોવાનું જણાઈ આવતા તે મરચું પાવડરના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના ચકાસણી રિપોર્ટમાં તે મરચું પાવડર અનસેફ હોવાનું બહાર આવતા દાહોદ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દાહોદના વેપારી અલિહુસેન સૈફુદ્દીન છનીયા તથા અનસેફ મરચું પાવડર ઉત્પાદક પેઢી બોહરાજી મસાલા ઉદ્યોગના માલિક મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના સામગઢ ગામના મુકજજલ ચક્કીવાલા વિરુદ્ધ દાહોદની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કેસ ચાલી જતા દાહોદના વેપારી અલી હુસેન સૈફુદ્દીન જીનીયા બહારથી મરચું પાવડર લાવી માત્ર વેચાણ કરતા હોવાથી તેને દાહોદની કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રજ્ઞેશ સુધીરચંદ્ર સુચકે રૂપિયા ૨૫ હજારનો દંડ તથા કોર્ટ ઉઠતા સુધીની સજા ફરમાવી છે. જ્યારે દહોદના વેપારી અલહુસેન સૈફુદ્દીન જીનિયા અનસેફ મરચું પાવડર મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના સામગઢ ગામે કન્યાશાળા રોડ પર બોહરાજી મસાલા ઉદ્યોગના માલિક મુજજલ ચક્કીવાલાની પેઢીમાંથી ખરીદલ હોવાથી ઉત્પાદક પેઢીના માલિક મુફજજલ ચક્કી વાલાને ભેળસેળવાળા મરચું પાવડરના ઉત્પાદન સબબ રૂ.૧,૦૦,૦૦૦ નો દંડ તથા છ માસની સાદી કેદની સજાનો હુકમ ખુલ્લી કોર્ટમાં ફરમાવતા જિલ્લાના ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવવા પામ્યો છે.