Headline
14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત

રાજ્ય પોલીસ વડાએ તમામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પત્ર લખ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ,તા.19
ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ સહિત સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનારી વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત છે. ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાની રહેશે. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલરને પત્ર લખીને સૂચના આપી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રમાં લખ્યું કે, ’રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજેત 16.4 લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેઓ અવર-જવર માટે મોટા ભાગે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ અકસ્માતમાં કુલ 7,854 લોકો મૃત્યુ નિપજ્યા હતા, જેમાં 2,767 (35 ટકા) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આ પૈકી 2,082 (26.50 ટકા) લોકોની ઉંમર 26 વર્ષથી ઓછી હતી, જે ખૂબ જ આઘાતજનક છે. આ લોકો મોટા ભાગે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. આ પત્રમાં કહેવાયું છે કે, હેલ્મેટ પહેરવું એક સરળ અને અત્યંત અસરકારક પગલું છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓનું જોખમ ઘટાડી શકાય છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ ફરજિયાત છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે માટે આપના સહકારની વિનંતી છે.

Back To Top
error: Content is protected !!