Headline
14 વર્ષના વિદ્યાર્થીને રાત્રે અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારાયો
નસવાડીના સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા
મહિસાગર જિલ્લામાં જાતિના દાખલાને લઈ બાળકોનો શાળા બહિષ્કાર
રાજ્યના તમામ લોકો સ્વસ્થ રહે ગામે ગામ યોગ કરાવવા 10 લાખ ટ્રેનર તૈયાર કરાશે
દાહોદ નકલી એનએ કૌભાંડમાં પોલીસ અને કોર્ટની કડક કાર્યવાહી : ફરાર કુતબી રાવત અને રામુ પંજાબીના શહેરમાં પોસ્ટરો લાગ્યા
છોટાઉદેપુર સનરાઇઝ સ્કુલની યુતી મુન્શીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
ગોધરામાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરી એક યુવાનની ઘાતકી હત્યા
તપન પરમાર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર બાબર સહીત પાંચ આરોપી જેલ હવાલે
દાહોદમાં ભેળસેળવાળુ મરચુ સપ્લાય કરનાર ઉત્પાદકને છ માસની સજા એક લાખનો દંડ

જંબુસર હાઇવે પર મંગણાદ ગામ નજીક બનેલો બનાવ : મીઠું ભરેલા ડમ્પર સાથે ઇકો કાર ધડાકા ભેડ અથડાતા બે બાળક સહિત સાતના મોત

વાગરા ના અલાદર ગામ નો પરિવાર શુકલતીર્થના મેળામાં જવા નીકળ્યો હતો ત્યારે બનેલો બનાવ

જંબુસર ભરૂચ ધોરીમાર્ગ ઉપર મગણાદ ગામ નજીક આવેલ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ પાસે રસ્તા ઉપર બંધ હાલત મા ઉભેલા મીઠુ ભરેલા ડમ્પર ના પાછળ ભાગે જંબુસર તરફથી ભરૂચ જઈ રહેલ ઈકો વાન ધડાકાભેર ભટકાતા ઈકો મા સવાર ૧૦ ઈસમો પૈકી બે માસુમ બાળકીઓ સહિત ૬ ઈસમો ના ઘટના સ્થળે મોત નિપજતા જંબુસર પંથક સહિત જીલ્લા મા ચકચાર સાથે ગમગીની નો માહોલ છવાઈ ગયો હોવાના તથા અકસ્માત મા ગંભીર રીતે ઘવાયેલા ૪ ઈસમો ને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હોવાના અને તે પૈકી ઈજાગ્રસ્ત મહિલા નુ સારવાર દરમ્યાન મોત નિપજતા મૃત્યુ આંક ૭ થયો હોવાના તેમજ બનાવ ના પગલે ધારાસભ્ય, ઈ.ચા.જીલ્લા પોલીસ વડા, પ્રાન્તઅધિકારી, વિભાગીય પોલીસ અધિક્ષક ઘટના સ્થળે દોડી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.


પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના પાંચકડા, ટંકારી,વેડચ તથા વાગરા તાલુકા ના અલાદર ગામ ના દસ જેટલા સગા સંબંધીઓ ગત રાત્રી ના ઈકો કાર નંબર જીજે ૧૬-ડીજી-૬૨૨૫ મા શુકલતિર્થ મેળા મા જવા નીકળયા હતા.આશરે સવા દસ વાગ્યા ના અરસા મા ઈકો કાર જંબુસર- ભરૂચ ધોરીમાર્ગ ઉપર તાલુકા ના મગણાદ ગામ નજીક આવેલ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ પાસે થી પસાર થઈ રહી હતી ત્યારે માર્ગ ઉપર બંધ હાલત મા જીજે ૧૬-એયુ- ૦૭૪૦ નંબર નુ મીઠુ ભરેલ ડમ્પર ઉભેલુ હતુ.

માર્ગ ઉપર બંધ હાલત મા ઉભેલા ડમ્પર ના પાછળ ભાગે ઈકોવાન ધડાકાભેર ભટકાતા ઈકોવાન મા સવાર લોકોની ચિત્કારો થી વાતાવરણ ગુંજી ઉઠતા હોટલ માથી લોકો દોડી આવ્યા હતા અને કચ્ચરઘાણ થઈ ગયેલ ઈકો વાન મા સવાર લોકોને બહાર કાઢવાની તજવીજ યુધ્ધ ના ધોરણે હાથ ધરી હતી.કમનસીબે આ ઘમખ્વારઅકસ્માત મા ઈકોવાન મા સવાર સગાસંબંધી પૈકી સપનાબેન જયદેવ ગોહિલ રહે. પાંચકડા, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ રહે.પાંચકડા (ઈકોવાન ચાલક),કિર્તીકા રણછોડભાઈ રહે.અલાદર ઉ.વ.૬, હંસાબેન અરવિંદ જાદવ રહે.વેડચ, વિવેક ગણપતભાઇ પરમાર રહે.ટંકારી, સંધ્યાબેન અરવિંદ જાદવ ઉ.વ.૮ રહે.વેડચ ના ઘટનાસ્થળે મોત નિપજયા હતા.બનાવ ની જાણ જંબુસર પોલીસ ને થતા વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમીયા સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતા.અને કચ્ચરઘાણ થઈ ગયેલ ઈકોવાન મા ફસાયેલા લોકો ને ભારે જહેમત બાદ બહાર કાઢયા હતા.ઈકોવાન મા સવાર નીધીબેન ગણપત રહે.ટંકારી, મિત્તલબેન ગણપત ભાઇ રહે.ટંકારી, ગણપતભાઇ રમેશભાઈ રહે. ટંકારી,તથા અરવિંદ રયજીભાઈ જાદવ રહે. વેડચ ને ગંભીર ઇજાઓ થઈ હોય તાકીદે સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખસેડયા હતા જયા પ્રાથમિક સારવાર કર્યા બાદ તમામ ઈજાગ્રસ્તો ને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હતા.તે પૈકી મિત્તલ બેન ગણપતભાઇ ગોહિલ નુ સારવાર દરમ્યાન મોત નિપજતા મરણ આંક ૭ થયો હતો. જંબુસર ભરૂચ ધોરીમાર્ગ ઉપર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે ઈ.ચા.જીલ્લા પોલીસ વડા ડો.કુશલ ઓઝા, ધારાસભ્ય દેવકિશોર સ્વામી,પ્રાન્તઅધિકારી એમ.બી.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, મહામંત્રી મનન પટેલ સહિત પાલિકા સદસ્યો તથા પદાધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકો ના પરિવારજનો ને સાંત્વના પાઠવી હતી. અકસ્માત સંદર્ભે જંબુસર પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી આગળ ની તપાસ હાથ ધરી છે.

Back To Top
error: Content is protected !!