બે બિલની ટકાવારી પેટે 1.5 લાખની માંગણી : પોતાના ઘરે લાંચ લેતા અમિત મિશ્રા ઝડપાતા જિલ્લામાં ખળભળાટ
નસવાડી , તારીખ 19-11-2024
છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ખાતે સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અમિત કમલેશ પ્રસાદ મિશ્રા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નસવાડી વર્ગ-૨ સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત કચેરી ફોટા ઉદેપુર ગુરુકુપા સોસાયટી આમ્રપાલી આમ્રપાલી ફ્લેટ રૂમ નંબર 102 મૂળ રહેવાસી રીવા ગામ ઇન્દિરા નગર તાલુકો જીલ્લો રીવા મધ્ય પ્રદેશ રૂપિયા 1 લાખની લાચ લેતા આજરોજ તારીખ 19/ 11/ 24 /12:20 કલાકે ગુરુકૃપા સોસાયટી આમ્રપાલી ફ્લેટ રૂમ નંબર 102 માં એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. બનાવની વિગત એવી છેકે કોન્ટ્રાક્ટર અને ફરિયાદી છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોય અને તળાવ સુધારણા 2022 – 23 યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધન્યા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવના કામો કોન્ટ્રાક્ટ થી રાખેલ હોય જે બંને તળાવના કામો ફરિયાદીએ પૂર્ણ કરી દીધા હતા. જે બંને તળાવના કામો પૈકી ધન્યા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂપિયા 2,52000/- ફરિયાદીને ચૂકવી દીધેલ અને ટેકરા ગામના તળાવનું કામ રૂપિયા 1,00,000/-નું બિલ બાકી હોય જે લીંડા ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખનું બિલ ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયેલ ત્યારે ભરતભાઈ રાઘવાણીએ ફરિયાદીને જણાવેલ કે આવા કોઈ બિલ આવેલા નથી. તેમ જણાવી ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મુક્યા હતા. અને બિલ લેવા માટે રૂબરૂ મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડિલે કરેલ જેથી આ કામના ફરિયાદીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્ય પાલક ઇજનેર અમિતભાઈ મિશ્રા ને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલ ત્યારે આ કામના આરોપી અમિતભાઈએ ફરિયાદીને જણાવેલ કે ધન્યા ઉમરવા ગામના તળાવના રૂપિયા 50,000 તથા લિંડા ટેકરા ગામના તળાવના રૂપિયા 1 લાખ મળી કુલ ₹1,50,000 ની લાંચ પેટે માંગણી કરી હતી આરોપી અમિત મિશ્રાએ ફરિયાદીને સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી એ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આકસ્મિક ઘણા દિવસો પછી છોટાઉદેપુર જિલ્લામાં એસીબી ટ્રેપનું આ સફળ ઓપરેશન પાર પડતા કર્મચારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો અને જિલ્લા પંચાયત જેવી મોટી કચેરી ન તાબામા કામ કરતા આ અધિકારીને એસબીએ રંગે હાથે ઝડપી પાડતા સમગ્ર છોટા ઉદયપુર નગર સહિત જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો.
રિપોર્ટર – જાવેદ પઠાણ